જૂનાગઢ નજીક પાંચ ના સ્થળ પર જ મૃત્યુ : 200 ની સ્પીડ એ જતી કાર પર કાબુ ગુમાવતા

2842

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજકાલના યુવાનો પોતાની લાઈફમાં મશગુલ રહેતા હોય છે, ફેમલીને પણ ભૂલીને લોકો મોબાઇલની દુનિયામાં વધારે પડતાં ખોવાય ગયાં છે. અવાર નવાર આપણે જોતા હોઇએ છીએ કે સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે , ત્યારે યુવાનો , યુવતીને તેમના ઈન્સ્ટાગ્રામ , ફેશબુક ના ફોલવર્સ માટે તેમની લાઈફ વધારે મહત્વ હોય તેવું લાગી રહ્યું છે. આપણે જોઈએ છીએ કે આજે લોકો પોતાની લાઈફ પોતાના માટે નથી એન્જોય કરતાં, પરંતુ પોતાના ફોલવર્સ સો ઓફ કરાવા માટે લાઈફ એન્જોય કરી રહ્યા છે.

હાલમાં એક એવી ઘટના બની જેને સૌ કોઈને ચોંકાવી દીધાં, એક અકસ્માતએ ૭ વ્યક્તિઓ ના ભોગ લીધાં , આ તમામ મૂર્તકો યુવાનવય ના જ હતાં. વંથલીના ગાંઠીલા પાસે એક અકસ્માત સર્જાયો જેમાં બે મહિલા સહિત પાંચ વ્યકિતના મોત થયા છે અને બે વ્યકિત ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે જેમાં કાર તોડીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતાં.

આ અકસ્માતની મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે જૂનાગઢના મધુરમ વિસ્તારના ઇશાણભાઈ મીર સહિત સાત વ્યક્તિઓ જ્યારે રાત્રીના સમયે સાસણથી જૂનાગઢ આવી રહ્યા હતાં.એ સમયે કારની સ્પીડ વધુ હોવાથી ત્યારે ગાંઠીલા ગામ નજીક વળાંકમાં ડ્રાઇવરે કાર પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર પુલ સાથે જોરદાર રીતે અથડાઇ ગઈ હતી અને આ અકસ્માત સર્જાયો..

View this post on Instagram

♥️

A post shared by ISHAN MEER? (@ishanmeer27_official) on

આ અકસ્માતમાં કારની પાછળના ભાગનો સંપૂર્ણ પણે બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતે એકી સાથે સાત વ્યક્તિ ના ભોગ લીધો હતો. 7 વ્યક્તિના તો ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બે વ્યક્તિઓ હાલમાં પણ ગંભીર છે.

આ અકસ્માતમાં મૂર્તકો એ આવળી નાની ઉંમરે બધું ગુમાવી બેઠા અને એક પળમાં આ દુનિયાથી વિદાય લઈ લીધી. હા જે થયું એ એક અકસ્માત હતો જેમાં તેનો પણ કોઈ વાંક ના હતો , પરંતુ ખુદની સેફટી રાખવી જરૂરી છે, કાર ચલાવતી વખતે સ્પીડ પર કાબુ રાખવો જરૂરી છે. આપણે વિધાતાના લેખ ના બદલી શકીએ પરંતુ ભગવાને આપણે આ અનમોલ જિંદગી આપી છે , તો તેની કાળજી તો રાખી શકીએ છીએ. આપડી લાઈફ પર આપણો કાબુ નથી પરંતુ આપણી લાઇફસ્ટાઇલ પર કાબુ રાખીને તેને સેફ કરી શકીએ. કાર ચલાવતી વખતે ફોન ઉપયોગ ન કરવો જોઈએ… વધુ પડતી સ્પીડ એ આપણી લાઈફના એન્ડનું કારણ પણ બની શકે છે…..

મરણજનાર

૧) ઇશાંત સલીમભાઈ ચંદાણી મીર ઉ.વ.-૧૯
૨) એઝાઝ ફિરોઝભાઈ ચંદાણી મીર ઉ.વ.-૨૫
૩) ભાવિક કાળુભાઇ મકવાણા ઉ.વ.૨૪
૪) પાયલબેન ડો/ઓ વિનોદભાઈ લાઠીયા ઉ.વ.-૨૦ રહે.તમામ જૂનાગઢ
૫) કુંજનબેન ડો/ઓ પ્રદીપગીરી અપારનાથી ઉ.વ.-૨૦ રહે. વેરાવળ

સારવાર હેઠળ

૬)સુનિલ સોલંકી ઉ.વ.-૨૪
૭) સમન સલીમભાઈ મીર ઉ.વ.-૧૫

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!