ગાય ને રોટલી ખવડાવતી વખતે ક્યારેય પણ ના કરશો આ ભૂલો નહિતર તમારા ઘર ઉપર આવી શકે છે સંકટો

1504

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

મિત્રો , આપના હિન્દુ ધર્મ માં લોકો ગાય ને માતા તરીકે પૂજે છે. એવી પૌરાણિક માન્યતાઓ છે કે ગાય માં સમસ્ત બ્રમ્હાંડ માં સ્થિત ૩૩ કરોડ દેવતાઓ નો વાસ હોય છે. આપણે ત્યાં પહેલા ના સમય થી ગાય ને રોટલી નું સેવન કરાવવા નું અધિક મહત્વ છે. પરંતુ , ગાય ને રોટલી ખવડાવતા સમયે અમુક વસ્તુઓની કાળજી રાખવી જોઈએ નહિતર તમારા ઘર પર સંકટો ના વાદળો ઘેરાઈ શકે.

તો આજે આપણે આ લેખ માં ગાય ને રોટલી નું કેવી રીતે સેવન કરાવવું અને કેવી રીતે ના કરાવવું તેના વિશે માહિતી મેળવીશું. આપણે જ્યારે પણ રસોઈઘર માં રસોઈ બનાવવા માટે પ્રવેશી છીએ અને રસોઈ બનાવવા માટે આરંભ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ ગાય માટે રોટલી બનાવીએ છીએ અને ત્યાર બાદ જ અન્ય રસોઈ બનાવીએ છીએ. પરંતુ , સમય ના અભાવ ના કારણે આપણે તે રોટલી બનાવીને તુરંત ગાય ને ખવડાવી શકતા નથી.

લાંબો સમય રોટલી બહાર પડી રહેવાના કારણે તે વાસી થઈ જાય છે અને વાસી રોટલી ક્યારેય પણ ભૂલ થી પણ ગાય ને ના ખવડાવી જોઈએ. જો તમે પણ ગાય ને વાસી રોટલી ખવડાવવા ની આદત ધરાવતા હોવ તો છોડી દેજો કારણ કે , આ આદત તમારા માટે તથા તમારા ઘર માટે હાનિકારક સાબિત થશે. આના કારણે તમારા ઘર પર સંકટ ના વાદળો ઘેરાઈ જશે.

શાસ્ત્રો મુજબ જો ગાય ને વાસી રોટલી નું સેવન કરવડાવવા માં આવે તો તેમનું અપમાન થયું ગણાય અને જે ઘર માં ગાય નું અપમાન થાય છે તે ક્યારેય પણ સુખી રહેતા નથી. તે ઘર માં અશાંતિ અને તણાવ નું વાતાવરણ સર્જાયેલું રહે છે તથા તમારી આસપાસ નકારાત્મકતા ફેલાયેલી રહે છે અને તમારું જીવન નરક સમાન બની શકે છે.

ગાય ને રોટલી નું સેવન કરવવાથી થતાં લાભો વિશે પણ જાણો.
આ વાત તો સૌ કોઈ ને ખ્યાલ જ હશે કે પુરાતન સમયકાલ થી ગાય માતા ને લક્ષ્મી માતા નું સ્વરૂપ ગણવામાં આવે છે. પરંતુ , આ વિશે ભાગ્યે જ કોઈ ને ખ્યાલ હશે કે ગાય ને નિયમિત રોટલી નું સેવન કરાવવાથી તમારા ઘર માં ક્યારેય પણ નાણાં ની અચ્છત નહીં સર્જાય.

હિન્દુ શાસ્ત્રો મુજબ જે પણ ઘર માં ગાય ની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે અને તેમનું પૂજન કરવામાં આવે છે તે ઘર માં હમેંશા સકારાત્મક અને ખુશહાલીભર્યા માહોલ રહે છે અને ઘર માં ક્યારેય પણ કોઈપણ વસ્તુ ની ઉણપ સર્જાતી નથી. આ પરંપરાઓ ખૂબ જ પ્રાચિન છે પરંતુ , સમય ના અભાવ ના કારણે હાલ કોઈ આ પરંપરાઓ નું પાલન કરતું નથી અને પરિણામે , શારીરિક , માનસિક , સામાજિક અને આર્થિક સમસ્યાઓ થી પીડાય છે.

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!