ગુજરાતની સૌથી વધુ કમાણી કરનાર ‘ દેશ રે દાદા જોયા પરદેશ ‘ફિલ્મના અભિનેતાએ વર્ષો પછી કર્યું આગમન…

1116

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ચાલ જીવી લઈએ એ ગુજરાતી ફિલ્મની એક નવી ઈમેજ ઉભી કરી છે, આ ફિલ્મે ગુજરાત ની સૌથી વધુ કમાણી કરનાર પહેલી ફિલ્મ “ દેશ રે જોયા… ફિલ્મના રેકોર્ડ તોડ્યો આ ફિલ્મે 1998માં 22 કરોડની કમાણી કરી હતી, એ સમયેમાં માત્ર 10 -15 રૂપિયા ફિલ્મની ટિકિટ હતી અને એ સમયમાં 22 કરોડ રૂપિયા એટ્લે ક્યાં વાત ગઈ ? આ ફિલ્મ એવિ હતી જેને લોકોને સિનેમા ઘરો સુધી ખેચ્યાં હતા. ચાલો જાણીએ આ ફિલ્મ વીશે અને તેના કલાકાર જે હવે વર્ષો પછી ફરી એકવાર ના પડદેથી ગુજરાતી ધારા વાહિકથી પદાપર્ણ કરી રહયા છે.

ગુજરાતી ફિલ્મની સૌથી લોકપ્રિય જોડી એટ્લે રામ અને રાધા. આ ફિલ્મમાં રામ અને રાધાની પ્રેમ કથાને એટલી પસંદ કરી હતી આ ફિલ્મે કમાણીના રેકોર્ડ તોડ્યા હતા. 1998માં ગોવિંદ પટેલએ ડાયરેકટ કરેલી આ ફિલ્મલોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં હિતેન, રોમાં માણેક, અરવિંદ ત્રિવેદી, પિંકી પારેખ, રમેશ મહેતા જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

આ ફિલ્મમે ઘણા લોકપ્રિય ગીત પણ આપ્યા હતા, જેમાં “ ઘૂમ્મર ઘૂમ્મર “ દેશ રે જોયા દાદા “ “ ઊચા બંગલા બનાવો “ “ ઓરે રાધડી “ પાણી ગ્યાં તા “ માંડવા રોપાવો “ આ ગીતો એ સમયમાં ખૂબ લોકપ્રિય થયા હતા. આ ફિલ્મનુ વિદાય ગીત છોડ્યા દાદાને છોડ્યા પિયરિયું ખૂબ લોકપ્રિય થયું હતું.

ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યા પછી હવે હીતેન કુમાર વર્ષો પછી પહેલીવાર ટેલીવીઝન દ્વારા કલર્સ ચેનલ પર પ્રસારીત થનાર સિરિયલ “ અભિલાષા “ જયરાજના પાત્રમાં જોવા મળશે. તેમની સાથે અભિનેત્રિ તરિકે બંસી રાજપૂત જોવા મળશે. વર્ષો પછી સૌ કોઈ ગુજરાતી સુપર સ્ટારના આ અવતારને જોવા મળશે .

ગુજરાતી ફિલ્મોમાં હિતેનનો મહત્વનો ફાળો રહ્યો છે, વર્ષો સુધી ગુજરાતી ફિલ્મોમાં તેમનું રાજ રહ્યું છે, એક હિતેન અને બીજા નરેશ કાનોડિયા અને ઉપેન્ન્દ્ર ત્રિવેદી, હવે આજના યુગમાં મલ્હાર ઠક્કર.આજે હવે જ્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટેલિવીઝન તેમની પરિભાષા બદલી છે અને ઘણી બધાં બદલાવો આવ્યા છે.

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!