1998 વર્ષે આ ફિલ્મની ટીકીટ જ્યારે માત્ર ૧૦ -૧૫ રૂપિયા હતી ત્યારે ૨૨ કરોડની કમાણી કરી હતી…

726

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે આપણે  વાત કરવાની છે, ગુજરાતી ફિલ્મની જેને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ કમાણીના  રેકોર્ડ તોડી  નાખ્યા હતા, ગુજરાતી ફિલ્મોની પરિભાષા આ પહેલા સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ હતીએ ગુજરાતી ફિલ્મની એક નવી ઈમેજ ઉભી કરી  છે,  આ ફિલ્મે  લાબાં સમય સુધી  બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.  ત્યારે ચાલો જાણીએ કે આ ફિલ્મે ગુજરાત ની સૌથી  વધુ કમાણી કરનાર પહેલી ફિલ્મ શા માટે બની.  “ દેશ રે જોયા… ફિલ્મના રેકોર્ડ તોડ્યા. આ ફિલ્મે 1998માં 22  કરોડની કમાણી કરી હતી, એ સમયેમાં માત્ર 10 -15 રૂપિયા ફિલ્મની ટિકિટ હતી અને એ સમયમાં 22 કરોડ રૂપિયા એટ્લે ક્યાં વાત ગઈ ?   આ ફિલ્મ એવિ હતી જેને લોકોને સિનેમા ઘરો સુધી ખેચ્યાં હતા. ચાલો જાણીએ આ ફિલ્મ વિશે શું ખાસીયત હતી જેના કારણે આ ફિલ્મે આટલાં કરોડની કમાણી કરી છે.

ગુજરાતી ફિલ્મની સૌથી લોકપ્રિય જોડી એટ્લે રામ અને રાધા. આ ફિલ્મમાં રામ અને રાધાની પ્રેમ કથાને એટલી પસંદ કરી હતી આ ફિલ્મે કમાણીના રેકોર્ડ તોડ્યા હતા. 1998માં ગોવિંદ પટેલએ ડાયરેકટ કરેલી આ ફિલ્મલોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં હિતેન, રોમાં માણેક, અરવિંદ ત્રિવેદી, પિંકી પારેખ, રમેશ મહેતા જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

આ ફિલ્મની કહાની કઈક આવી હતી,  રામ અને રાધા બાળપણથી એકબીજાને પસંદ કરતાં હોય છે, ત્યારે બાદ રામના પિતા ના અવસાનથી રામને ગામ છોડવું પડે છે અને રામ  અને રાધા અલગ થઈ જાય છે, વર્ષો વીતી ગયા પછી રાધાની બહેનના લગ્નમાં રામ સાથે મૂલાકાત થાય  છે, રાધા અને રામનુ ફરી મિલન હવે પ્રેમમાં પરીવર્તન પામે  છે, આ બાદ દિપકના આવાથી બને અલગ થઈ જાય છે, રાધા ના લગ્ન થવાના હોય છે, ત્યારે  દિપક અને તેના કાકા રામનું   અપહરણ કરી લે છે, બીજી રાધાને સમાચાર મળે છે કે રામનું મોત થઈ ગયું છે.

હવે બીજી તરફ દિપકની બહેન રીટા જેને રાધા ના ભાઈ સાથે લગ્ન કર્યા હોય તે પરિવારમાં અવાર નવાર ષડ્ંયત્ર રચતી હોય છે, રીટા રાધાના લગ્ન કરાવીને તેને દિપક સાથે પરદેશ મોકલાવા માગતી હોય છે. હવે હું આ ફિલ્મ વીશે વધુ કઈ નહીં કહું તમારે આજે ફરી એક વાર આ ફિલ્મ જોવી જોઈએ કે આ ફિલ્મમાં શું  હતું કે લોકોને સિમેના ઘર તરફ ખેચતી રહી.  ચાલો હવે એક વાર આ ફિલ્મ જોયને તમે નક્કી કરી લો કે આ ફિલ્મ શા માટે ખાસ જોવી જોઈએ..

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!