આ ગુજરાતી દંપતી ફર્સ્ટ ક્લાસ જોબ કરે છે, છતાં પણ તેમનાં ઘરે કામકરતી બાઈ માટે રસ્તા પર ફાસ્ટ ફૂડ વેંચે છે…

458

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ગુજ્જુઑ ની  વાત નિરાલી છે, આજે આપણે મુંબઈમાં વસતાં એવા  ગુજરાતીની વાત કરવાની છે જે રહે મુંબઈમાં છે પરંતુ છતાં પણ તેમનાં સંસ્કાર અને આપનું પોતાના પણું નથી ભૂલ્યા. આજે ગુજરાતી દેશના ખૂણે ખૂણે વસે છે, જ્યાં હમેશા તેમની ફોરમ ફેરાવતા  રહે છે. ચાલો જેની સૌ કોઇ સોશીયલ મીડિયામાં ચર્ચા કરી રહ્યું છે તેવા આ બંને દંપતિ વિશે આપણે  ખાસ વાત જાણીએ, જેના કાર્યને સૌ કોઈ બિરદાવી રહ્યું છે.

આ કપલની ફેસબુક પર હાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છે.  સૌ  કોઈ તે મની પ્રશંસા કરતા બંનેને ‘સુપરહીરો’ સમાન ગણાવી રહ્યા છે. હાલમાં જ ફેસબુક પર  દીપાલી ભાટિયા નામની યુવતીએ પોતાના ફેસબુક પર આ કપલની સ્ટોરી પોસ્ટ શેર કરી છે. આ બે કપલ ગુજરાતીઑ છે જે  મુંબઈના કાદીવલી વિસ્તારમાં  વડાપાવ  અને પૌવા વેચે છે.  આ બંનેનું નામ  અશ્વિની શિનોય શાહ અને તેના  અંકુશ આગમ શાહ છે, હાલમાં આ બંનેની  સ્ટોરીને અત્યાર સુધી હજારો વખત શેર કરી ચૂકાઈ છે.

વાત જાણે એમ છે કે  મુંબઈમાં કાંદિવલી સ્ટેશનની બહાર એક નાના સ્ટોલ પર સવારે 4 વાગ્યાથી ફૂડ મળવા લાગે છે. આ સ્ટોલ પર તમને પૌવા, ઉપમા, ઈડલી, પરાઠા અને બીજું પણ ઘણું બધું ખાવા માટે મળી જશે. આ બંને  કપલ પોતાના  જીવનમાં  સુખી-સંપન્ન છે, કાઇ પણ વસ્તુઓની ખોટ નથી છતાં પણ શા માટે તેઓ આવું કાર્ય કરી રહ્યા છે ? જાણીને નાવી લાગશે આ બંને કપલ રોજ 6 કલાક અહીં ફૂડ વેચે છે અને 10 વાગતા જ પોતાનો સામાન લઈને પોત-પોતાની ઓફિસ માટે નીકળી જાય છે. હવે તમને પણ વિચાર આવતો હશે કે જો બંને પાસે નોકરી છે અને સારા પરિવારમાંથી આવે છે તો પછી બીજું કામ શા માટે કરે છે? આ બંને એટલા માટે કામ કરી રહ્યા છે કે જેથી તેમના ઘરે કામ કરવા આવતા વૃદ્ધ મહિલાનો ખર્ચ નીકળી શકે. આ બંને પોતાના માટે નહીં પરંતુ વૃદ્ધ મહિલાને આર્થિક મદદ કરવા માટે રોજ સ્ટોલ પર બેસે છે. આ સ્ટોર પર જે કમાણી થાય તે તે તેમનાં ઘરે આવતા કામવાડી બાઈને આપે છે.

જે વ્યક્તિએ   પોસ્ટ શેર કરી છે તે દિપાલી કહ્યું કે  મુંબઈની દોડધામ ભરેલી લાઈફમાં જ્યાં આપણી પાસે ઊભા રહેવા અને વિચારવાનો પણ સમય નથી ત્યાં આ બે સુપરહીરો છે, જે પોતાનાથી વધારે બીજા માટે વિચારે છે. દીપાલી જણાવે છે કે તેની અશ્વિની અને અંકુશ સાથે 2 ઓક્ટોબરે મુલાકાત થઈ હતી. દીપાલીને ભૂખ લાગી હતી અને તે કાંદિવલી સ્ટેશન બહારના ફૂડ સ્ટોલ્સ સુધી પહોંચી.દીપાલી પોતાની પોસ્ટમાં આગળ લખે છે, મને આ બંને જોવામાં ગુજરાતી પરિવારના લાગ્યા. મેં તેમના સ્ટોલ પરથી ફૂડ ખાધું. મેં જ્યારે તેમને પૂછ્યું કે તેઓ રસ્તા પર કેમ ફૂડ વેચી રહ્યા છે, તો મને જે જવાબ મળ્યો તે મારા માટે માનવતા માટે કરાયેલું સૌથી મોટું કામ છે. તેમના જવાબે મારા હ્રદયને સ્પર્શી લીધું.

હાલમાં આ કપલના સોશીયલ મીડિયામાં બહુ વખાણ થઈ રહ્યા છે, જ્યારે આપણે કોઈને દાન આપી શકતા ના હોય ત્યારે તેમણે સાથ આપી શકીએ ખરાને ! ભગવાન આપણે જે આપ્યું તેમાંથી કદાચ આપણે બીજાને ના આપી શકીએ એટલા સક્ષ્મના પણ હોઈએ ખરા પણ કોઈને ટેકો આપીને તેમણે મદદ કરી શકીએ. પૈસા આપો તે દાન કે મદદ નથી પરંતુ કોઈ વ્યક્તિને તમારો સાથ મળી જાય તે પણ કાફી છે..

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!