હવે વાળ ખરવાની તેમજ ડ્રાય થવાની સમસ્યાથી છુટકારો મેળવો આ સરળ ઉપાયો દ્વારા

492

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

શિયાળાની ઋતુમાં સ્કીન ખૂબ જ ડ્રાય થઈ જાય છે. આ ઉપરાંત શિયાળામાં દરેક યુવતીને એક જ સમસ્યા હોય છે, વાળ ખરવાની સમસ્યા, ખરુંને ! શિયાળાની ઋતુમાં વાળની ખાસ કાળજી રાખવી જરૂરી બને છે. અહીં આપેલીવસ્તુઓના ઉપયોગથી તમારા વાળને યોગ્ય પોષણમળી રહેશે અને વાળ મજબૂત અને ચમકીલા બનશે.

  1. આંબળા:

આંબળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી રહેલું હોય છે.તેમાં એન્ટી ઓક્સિડન્ટનું પ્રમાણ વધારે હોય છે.આંબળાથી વાળ વધેછે. શિયાળામાં રોજ એક આંબળું ખાવું જોઈએ. તેમજ આંબળાના પાવડરને પાણીમાં પલાળી વાળના મૂળમાં લગાડો. 30-40મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ વાળ ધોઈ નાખો. આ પેક તમારા વાળને મજબૂત બનાવશે.

2.મેથી:

મેથી એક નેચરલ કંડીશનર છે. મેથીમાં એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સીડંટ જેવાં ગુણો છે.મેથી પલાળી, ત્યારબાદ એની પેસ્ટ બનાવીલો. આ પેસ્ટ વાળમાં લગાવી દો. 30-40 મિનિટ પછી વાળ ધોઈ નાખો. તમારા વાળ એકદમ ચમકીલા બનશે.મેથી, આંબળા, શિકાકાઈ અને મહેંદીની પેસ્ટ બનાવી વાળમાં લગાવો. ત્યારબાદ 30 મિનિટ બાદ વાળને ધોઈ નાખો.

3.મહેંદી:

મહેંદીમાં એન્ટી બેક્ટેરિયલ હોય છે જેનાથી વાળ સારા થાય છે. મહેંદી પાવડરમાં આંબળા અને શિકાકાઈ ઉમેરી પેસ્ટ બનાવીવાળમાં લગાડો. 1કલાક બાદ ધોઈ નાખો. તમારા વાળને ચમક ઉપરાંત મજબૂતી મળશે.

4.લીમડો:

લીમડાના પાનને ગરમ પાણીમાં ઉકાળી એ પાણી વડે વાળ ધોવાથી ડ્રાય હેરની સમસ્યા દૂર થાય છે તેમજ ખોડાની સમસ્યા પણ દૂરથાય છે.

5.નાળિયેર તેલ:

વાળને નબળા થતા તેમજ ખરતા અટકાવવા માટે નાળિયેર કે બીજું કોઈ હેર ઓઇલ લગાડવું જોઈએ. શિયાળાની ઋતુમાં તેલનેસહેજ હુંફાળું ગરમ કરી વાળમાં મસાજ કરવાથી વાળને પોષણ મળે છે.

તો આ ઉપાયો અજમાવો અને મેળવો તમારા વાળને લગતી સમસ્યાઓથી છુટકારો…

Author: Urvashi Deshani   #TeamAapduJunagadh

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!