જો બહુ ભૂખ લાગી હોય તો મીનીટોમાં તમારી ઘરે બનાવો સોજીના ઉત્તપમ, તાત્કાલિક બની જશે

270

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ઉત્તપમ બનાવવા આમ તો સરળ છે જે તમે થોડાક સમયમાં બનાવી શકો છો અને જે સ્વાસ્થ્ય માટે એક પોષ્ટિક ખોરાક પણ છે અને આ વાનગીને તમે આમ તો થોડીક મિનિટોમા જ બનાવી શકો છો. અને જેને તમે સવારના નાસ્તામા અથવા તો સાંજે પણ તેને બનાવી શકો છો. માટે તો આવો જોઇએ કે કેવી રીતે ઝડપથી બનાવાય આ સોજીના ઉત્તપમ

બનાવવા માટેની સામગ્રીઓ

 • ૧ કપ સોજી
 • ૧ કપ દહીં
 • ૧ નંગ સમારેલી ડુંગળી
 • ૧ નંગ સમારેલુ મરચું (કેપ્સીકમ)
 • ૧૦૦ ગ્રામ લીલા વટાણા
 • ૨ નંગ ઝીણા સમારેલા મરચા
 • ૧ નંગ સમારેલું ટમેટું
 • ૧ નંગ સમારેલું ગાજર
 • ૧ નાનો ટુકડો આદુ
 • ૨ ચમચી સમારેલી કોથમીર
 • પાણી જરૂરિયાત મુજબનું
 • તેલ
 • મીઠું સ્વાદ અનુસાર

સોજી ઉત્તપમ બનાવવાની રીત

સૌપ્રથમ તો તમારે આ ઉત્તપમ બનાવવા માટે એક કડાઈમાં સોજીનો લોટ દહી અને સ્વાદ અનુસાર મીઠુ આ ૩ વસ્તુને મિક્સ કરો પછી તેનુ એક બેટર તૈયાર કરો અને તેમા થોડુ પાણી મિક્સ કરો અને તેને ઇડલી અને ઢોસા જેવુ જ બેટર એ તેયાર કરી લો અને ત્યારબાદ આ મિશ્રણમા તમે સમારેલા બધા મસાલા ડુંગળી ટમેટુ અને આ સિવાય સમારેલા ગાજર અને આ સિવાય કેપ્સિકમ અને લીલા વટાણાં અને જીના લીલા મરચા અને આ સિવાય કોથમીરને મિક્સ કરી લો અને હવે તેને મધ્યમ આંચ પર એક પેનમા તેલ ગરમ કરો. અને આ તેલ એ ગરમ થાય તે બાદ તે પેનમાં મિશ્રણ ફેલાવી દો.

અને હવે તેમા તમે વધેલુ શાક એ ઉપરથી ઉમેરો અને હવે તેને ૨ થી ૩ મિનિટ સુધી શેકો. અને ત્યારબાદ તમેં હવે તેને એક બીજી સાઇડથી પણ તેને શેકી લો. તૈયાર છે તમારા સોજીના ગરમા ગરમ ઉત્તપમ. અને આ ઉત્તપમને તમે કા તો ચટણી તેમજ સંભાર સાથે પણ ખાઈ શકો છો.

આપણું રાજકોટ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!